Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat: Even on third day of floods, mountain planks in water, leaders protest

VIDEO: સુરત: પૂરના ત્રીજા દિવસે પણ પર્વત પાટિયા પાણીમાં, નેતાઓનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપૂરના ત્રીજા દિવસે પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં હજુ પણ પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી રહીશો છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. આ આફત વચ્ચે કોઈ જનપ્રતિનિધિ મદદે ન આવતા લોકોમાં તંત્ર અને નેતાઓ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે.સર્વે કરવા આવેલા અધિકારીઓ અને નેતાઓના ટ્રેક્ટરને સ્થાનિકોએ અટકાવી આકરા સવાલ કર્યા હતા. નારાજ લોકોએ નેતાઓને કહ્યું હતું કે, "બધા સાહેબોને ઉઘાડા પગે સાથે મોકલો, ત્યારે જ સર્વે થશે." ૪૦ વર્ષથી સત્તા ભોગવતા નેતાઓને લોકોએ આડેહાથ લેતા આક્રોશ સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે.

App Store