Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Surat: Water-bombing on Keem-Qudsad road, locals' anger against system's pre-monsoon operation

VIDEO: સુરત: કીમ-કુડસદ રોડ પર જળબંબાકાર, તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોનો રોષ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે કીમ-કુડસદ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર કેળ જેટલા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં અનેક દુકાનો અને રહેણાંક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તો હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા’ જેવો ઘાટ સર્જાયો હોય તેમ, પાણી ઘરોમાં ભરાઈ ગયા બાદ હવે તંત્ર નિકાલની કામગીરીમાં લાગ્યું છે. તંત્રની આ પ્રકારની નિષ્ક્રિયતા અને અગાઉના આયોજનના અભાવને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

App Store