મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-હિન્દુ નેતાઓને ધમકી આપનારા મૌલનાની તપાસમાં મળી સફળતા, પોલીસે કહ્યું, થોડા દિવસોમાં થશે ઘટસ્ફોટ

હિંદુવાદી નેતાઓની હત્યા કરવા માટે ષડયંત્ર રચવાના આરોપમાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ મૌલાન

હિંદુવાદી નેતાઓની હત્યા કરવા માટે ષડયંત્ર રચવાના આરોપમાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ મૌલાના રિમાન્ડ હેઠળ છે. આ અંગે આજે જોઈન્ટ પોલીસ કમિશનરે કહ્યું કે, આ કેસમાં કોઈને છોડવામાં નહીં આવે. હાલ પોલીસ દ્વારા હેન્ડલરને શોધવા કામ ચાલી રહ્યું છે. જે ક્લુ મળી રહ્યા છે. તે ટૂંક સમયમાં જ સફળતા સુધી પહોંચાડી દેશે. મોટા ઘટસ્ફોટ થશે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી છે. ચાર ફરિયાદીઓ દ્વારા ફરિયાદ કરી હતી. જ્યારે આરોપીઓમાં પણ વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ક્રોસ વેરિફિકેશન શરૂ

જોઈન્ટ પોલીસ કમિશનરે કહ્યું કે, પોલીસની સાથે અન્ય એજન્સીઓ મળીને મૌલવીનું સોશિયલ એકાઉન્ટ તે કેવી રીતે લોગીન થતું. તથા અન્ય કોણ કોણ તેની સાથે જોડાયેલા છે. વગેરેની તપાસ ચાલી રહી છે. હાલ મૌલવી પાસેથી જે કાંઈ વિગતો મળી રહી છે. તેનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. એકાદ બે દિવસમાં મૌલવી મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

વાયરલ ક્લિપની તપાસ શરૂ
 
મૌલાનાને છોડાવવા માટે થઈને તૈયારીઓ ચાલતી હોવાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસ મદદ કરે છે. તેવી વાત કરવામાં આવી રહી છે. આ ઓડિયો ક્લિપને લઈને જોઈન્ટ પોલીસ કમિશનરે કહ્યું કે, તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ તપાસમાં કઈ આવશે. તે બાબતે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે

આ સમાચાર શેર કરો