મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદની રાજસ્થાન સ્કૂલ વિવાદમાં સપડાઈ, વિદ્યાર્થીઓને એડમિશનને બદલે લીવિંગ સર્ટિફિકેટ પકડાવ્યું

ગુજરાતની અમદાવાદ શહેરની પ્રખ્યાત સ્કૂલ વિવાદમાં આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવે

ગુજરાતની અમદાવાદ શહેરની પ્રખ્યાત સ્કૂલ વિવાદમાં આવી છે.  અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ ધોરણ 9 માં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને છે.

વિદ્યાર્થીઓને એડમિશન આપવાને બદલે લીવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું

આરોપ છે કે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન આપવાને બદલે લીવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું, જેના કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. 

સ્કૂલ સંચાલકો દર વર્ષે આવી દાદાગીરી કરે છે

વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ સંચાલકો દર વર્ષે આવી દાદાગીરી કરે છે અને વિદ્યાર્થીઓના એડમિશન અંગે અનૈતિક વર્તન આચરે છે. આ વિવાદને લઈને વાલીઓએ સ્કૂલની બહાર એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. જોકે, સ્કૂલ સંચાલકોએ વાલીઓને મળવાની ના પાડતા  જેનાથી સ્થિતિ વધુ તંગ બની હતી.જોકે,ગયા વર્ષે પણ આવો જ એડમિશનનો વિવાદ થયો હતો..

આ સમાચાર શેર કરો