Surendranagar: શાળાના ક્લાસરૂમમાં ચાલુ પંખો પડતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

ગુજરાત મોડલની વાતો તો ખૂબ થાય છે, પણ આ જ ગુજરાત મોડલમાં જર્જરિત શાળાઓ, ઈમારતો અને બ્રિજોને કારણે કેટલ

ગુજરાત મોડલની વાતો તો ખૂબ થાય છે, પણ આ જ ગુજરાત મોડલમાં જર્જરિત શાળાઓ, ઈમારતો અને બ્રિજોને કારણે કેટલીક દુર્ઘટનાઓ થઈ રહી હોવાના મામલાઓ સામે આવે છે. ત્યારે આવો જ એક મામલો સુરેન્દ્રનગરના ઝીંઝુવાડિયા ગામથી સામે આવ્યો છે. અહીં ચાલુ ક્લાસ રુમમાં પંખો તૂટી પડ્યો હતો. આ પંખો વિદ્યાર્થીઓના માથે પડતા વિદ્યાર્થીઓ બન્યા ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. આ બંન્ને વિદ્યાર્થીઓને વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ વાલીઓમાં રોષ છે. શિક્ષણ વિભાગની બેદરકારીથી જર્જરિત શાળાઓમાં શિક્ષણ કાર્ય  ચાલી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત