VIDEO: ઈસનપુર પબ્લિક સ્કૂલમાં હુમલાની ઘટના બાદ વિદ્યાર્થીની આંખનું ઓપેરેશન કરાયું, વાલીએ શાળા તંત્ર પર કર્યો આ આક્ષેપ
અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા પરિકર હુમલામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની આંખ
અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા પરિકર હુમલામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની આંખની કીકી પર ગંભીર ઈજા થતા તેનું ઓપરેશન કરવું પડ્યું છે. વિદ્યાર્થિની માતાના જણાવ્યા અનુસાર, સવારે બનેલી ઘટના બાદ શાળા પ્રશાસને તેને હોસ્પિટલ ખસેડવાને બદલે ઘોર બેદરકારી દાખવી હતી, જેના કારણે બાળકને બપોરે 3 વાગ્યા પછી સારવાર મળી શકી હતી.
માતાએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલોમાં પણ સારવારના બદલે પોલીસ ફરિયાદ પર વધુ ભાર મુકાયો હતો. પરીક્ષા બાદ બે મિત્રોના ઝઘડામાં વચ્ચે પડેલા આ માસૂમે પોતાની આંખ ગુમાવવાની સ્થિતિ ઊભી થઈ છે. રોષે ભરાયેલી માતાએ ન્યાયની માંગ કરતા કહ્યું છે કે, આ નાની ઉંમરે તેના બાળકની જિંદગી અંધકારમય બની ગઈ છે.
જાહેરાત







