VIDEO: દિલ્હી હોસ્ટેલમાં વિદ્યાર્થીનીનો આપઘાત
દિલ્હીની એક હોસ્ટેલમાં ૧૯ વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટના

દિલ્હીની એક હોસ્ટેલમાં ૧૯ વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મૃતક વિદ્યાર્થીની છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે, જોકે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસે વિદ્યાર્થીનીનો મોબાઈલ ફોન અને વ્યક્તિગત સામાન જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, હોસ્ટેલના રૂમમેટ, અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આપઘાત પાછળના સાચા કારણનો ખુલાસો થઈ શકે. આ બનાવથી હોસ્ટેલ પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.




