VIDEO: મેઘરાજાની તોફાની બેટિંગ, પવન સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વીજળીના ચમકારા અને વાદળોની

હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વીજળીના ચમકારા અને વાદળોની ગડગડાટી વચ્ચે મીની વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જોરદાર વરસાદને કારણે લાંબા સમયથી અનુભવાતી ગરમી, બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.




