મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદ જિલ્લામાં મેઘરાજાની બેટિંગથી નદીકાંઠાના ૩૯ ગામો હાઈ એલર્ટ પર, શાળાઓ બંધ

આણંદ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વહે

તસવીર: gstv

આણંદ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી ગાજવીજ અને તેજ પવન સાથે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ, પેટલાદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, તારાપુર અને ખંભાત સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે વિદ્યાનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પર વ્યાપક અસર પડી છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહી અને સાબરમતી નદી કાંઠાના ૩૯ ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કોઈપણ આપત્તિને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય છે, જ્યારે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બે દિવસની રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે આજે આંગણવાડીથી લઈને કોલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આ સમાચાર શેર કરો