મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદ: જૂના દાદર વિસ્તારમાં ધોળાદિવસે ફળ વેપારીની હત્યા

આણંદ શહેરના જૂના દાદર વિસ્તારમાં ધોળા દિવસે નાનકડા વિવાદમાંથી ઉદ્ભવેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી

તસવીર: gstv

આણંદ શહેરના જૂના દાદર વિસ્તારમાં ધોળા દિવસે નાનકડા વિવાદમાંથી ઉદ્ભવેલી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. ફળ વેપારી રમેશ ગોસાઈ અને તેમના શ્રમિક કાંતિ ઠાકોર વચ્ચે ફળની ગાડી અનલોડ કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વધતાં કાંતિભાઈએ ધારદાર હથિયારથી રમેશ ગોસાઈ પર હુમલો કર્યો. ગંભીર ઇજાગ્રસ્ત રમેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.ઘટના પછી આરોપી કાંતિભાઈ ઠાકોર ફરાર થઈ ગયો છે. આણંદ ટાઉન પોલીસે સ્થળ પરથી CCTV ફુટેજ મેળવી તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.

આ સમાચાર શેર કરો