VIDEO: નિઝર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી

તાપી જિલ્લાના નિઝર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે તાલુકાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ખેતરો પાણીથી છલકાઈ ગયા છે. અડદા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલને કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. નદી, કોતર અને નાળાઓમાં પણ પાણીની ભરપૂર આવક થતાં ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી ખરીફ પાકને નવો જીવ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



