મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખંભાતમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

આણંદના ખંભાતમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર મોડીરાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હત

તસવીર: gstv

આણંદના ખંભાતમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર મોડીરાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 2થી 3 પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે આરોપી લલ્લો ચુનારાને ઝડપી પાડ્યો હતો, પરંતુ અચાનક થયેલા પથ્થરમારાની અફરાતફરી વચ્ચે તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાની વિવિધ પોલીસ એજન્સીઓ તાત્કાલિક ખંભાત દોડી આવી હતી અને રાત્રે જ કોમ્બિંગ હાથ ધરી કેટલાક લોકોની અટકાયત કરી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો