અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ મીટનું આયોજન, 15 ફેબ્રુઆરી સુધી થશે નોંધણી
અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને લોકોમાં રમતગમ
અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને લોકોમાં રમતગમત પ્રત્યે અવેરનેસ આવે તે હેતુથી સ્પોર્ટ્સ મીટ યોજાશે.
અરવલ્લી જિલ્લાના ઓપન એઈઝ ગ્રુપ સુધીની વિવિધ કેટેગરીમાં રમતવીરો જોડાઈ શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકે જણાવ્યું કે, સ્વાસ્થ્યની સાથે-સાથે તંત્ર પણ સાથે જનતા જોડાય, તે માટે એક નવતર અભિગમ અપનાવાયો છે. અરવલ્લી જિલ્લા રમતગમત વિભાગના સંયુકત ઉપક્રમે યોજાનાર સ્પોર્ટ્સ મીટ માટે 15 ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકાશે. જિલ્લાના લોકોને રમતમાં જોડાવા, જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી.




