મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પરિવાર નિયોજન અંગે વિશેષ જાગૃતિ

મણિપુરના ઇમ્ફાલમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા પરિવાર નિયોજન, પ્રજનન સ્વાસ્થ્ય અધિકારો અને બાળકો વચ્ચે યોગ્ય અંત

તસવીર: gstv

મણિપુરના ઇમ્ફાલમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન  દ્વારા પરિવાર નિયોજન, પ્રજનન સ્વાસ્થ્ય અધિકારો અને બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવા અંગે એક ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્વાસ્થ્ય અધિકારીઓએ વસ્તી નિયંત્રણ અને માતા-બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આધુનિક ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બે બાળકોના જન્મ વચ્ચે યોગ્ય સમયગાળો રાખવાથી નવજાત શિશુ અને માતા બંનેના કુપોષણનું જોખમ ઘટે છે. એનએચએમ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કાર્યકર્તાઓ (આશા બહેનો) મારફતે ઘર-ઘર સુધી પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત માહિતી અને સાધનો વિનામૂલ્યે પહોંચાડવાની કટિબદ્ધતા પણ દર્શાવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો