VIDEO: બોલો લો...! ગેસ સિલિન્ડરમાંથી ગેસના બદલે નીકળ્યું પાણી, ઓઈલ કંપની સ્તરેથી થઈ છેતરપિંડી
જો તમે પણ ઘરમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડર વાપરો છો, તો આ

જો તમે પણ ઘરમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડર વાપરો છો, તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ગેસ સિલિન્ડરમાંથી રાંધણ ગેસ નીકળવાને બદલે પાણી નીકળવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના પછી સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ઇન્દોર (મધ્યપ્રદેશ)ના ગ્રાહકની ફરિયાદ બાદ ખાદ્ય વિભાગે તાત્કાલિક એક્શન લઈને ગેસ એજન્સીને સિલિન્ડર બદલી આપવાનો કડક આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલે જિલ્લા ખાદ્ય અધિકારી મોહનલાલ મારુએ જણાવ્યું હતું કે, "શિવ છાયા એજન્સીના એક ગ્રાહકે એપ્રિલ મહિનામાં ગેસ સિલિન્ડર બુક કરાવીને લીધો હતો. ચાર દિવસ સુધી તેનો ઉપયોગ કર્યા પછી, અચાનક ગેસમાંથી પાણી નીકળવા લાગ્યું હતું. ગ્રાહકે આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી, જેનો હવે નિકાલ કરવામાં આવ્યો છે."
અધિકારીએ વધુમાં ખુલાસો કર્યો કે, માર્ચ અને એપ્રિલના કટોકટીના સમયગાળા દરમિયાન કેટલાક ગેસ સિલિન્ડરોમાં પાણી હોવાની ફરિયાદો ઉઠી હતી. જોકે, આ ગરબડ એજન્સીની નહીં પરંતુ સીધી ઓઇલ કંપનીના સ્તરેથી જ થઈ હતી. તંત્ર દ્વારા તકેદારી રાખીને આવા ઘણા ગ્રાહકોના સિલિન્ડર બદલી આપવામાં આવ્યા છે.






