મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: બેલ્જિયમને હરાવી સ્પેન ફિફા વર્લ્ડકપની સેમિફાઈલમાં

ફિફા વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલમાં સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવી સેમિફાઇનલમ

તસવીર: gstv

ફિફા વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલમાં સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવી સેમિફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. કેલિફોર્નિયાના સોફી સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં ફેબિયન રૂઇઝે પ્રથમ હાફમાં ગોલ કરીને સ્પેનને લીડ અપાવી હતી, પરંતુ ચાર્લ્સ ડી કેટેલેરેએ હાફટાઇમ પહેલાં જ બેલ્જિયમ માટે બરાબરીનો ગોલ નોંધાવ્યો હતો. બીજા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જોકે, 70મી મિનિટે બેલ્જિયમના કેપ્ટન અને સ્ટાર ગોલકીપર થીબાઉટ કોર્ટોઇસ હેમસ્ટ્રિંગની ઇજાને કારણે મેદાન છોડવા મજબૂર બનતા ટીમને મોટો ફટકો પડ્યો હતો. ત્યારબાદ મેચની 88મી મિનિટે સુપર-સબ મિકેલ મેરિનોએ રિબાઉન્ડ પર નિર્ણાયક ગોલ ફટકારી સ્પેનને 2-1થી યાદગાર જીત અપાવી હતી. આ વિજય સાથે સ્પેને સતત 36 આંતરરાષ્ટ્રીય મેચમાં અજેય રહેવાનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે બેલ્જિયમની 'ગોલ્ડન જનરેશન'નો વર્લ્ડ કપ પ્રવાસ ક્વાર્ટર ફાઇનલમાં જ સમાપ્ત થયો છે. હવે સેમિફાઇનલમાં સ્પેનનો મુકાબલો ફ્રાન્સ સામે થશે.

આ સમાચાર શેર કરો