મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સોનમ વાંગચૂકે રાજઘાટ પહોંચી બાપુને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું, લાઠીઓ કરતાં જનતાની અવાજમાં વધુ તાકાત

દિલ્હીમાં નેટ પેપરલીક સહિતના મુદ્દે આંદોલન અને 26 દ

તસવીર: gstv

દિલ્હીમાં નેટ પેપરલીક સહિતના મુદ્દે આંદોલન અને 26 દિવસના ઉપવાસ કરનારા સોનમ વાંગચૂક વતન લદ્દાખ રવાના થયા તે પહેલા તેમણે રાજઘાટ પર ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે... મેદાંતા હોસ્પિટલમાંથી મુક્ત થયા બાદ તેઓ સીધા જ દિલ્હીના રાજઘાટ પહોંચ્યા.જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી અને મીડિયા સમક્ષ કહ્યું કે, લાઠીઓ કે પથ્થરો કરતાં જનતાની અવાજમાં વધુ તાકાત હોય છે અને આજે પણ બાપુનો અહિંસા અને સંવાદનો માર્ગ સૌથી વધુ પ્રાસંગિક છે. તેઓ ગત ૨૮ જૂનથી નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર અનશન પર બેઠા હતા. તબિયત બગડતાં દિલ્હી હાઈકોર્ટના આદેશથી તેમને ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આ આંદોલનમાં સમર્થન આપનાર દેશભરના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને લોકશાહીને મજબૂત કરવા માટે સરકારને જનતાની અવાજ સાંભળવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો