VIDEO: લાંબા વિરામ બાદ મહુવામાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયની રાહ બાદ વરસાદી માહોલ જામ્યો છે. જાદરા, ભ

મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયની રાહ બાદ વરસાદી માહોલ જામ્યો છે. જાદરા, ભાદરા, દુધાળા, શારદીકા, બાંભણિયા, આસરાણા, કિકરીયા અને લૂસડી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. ધીમી ધારે વરસેલો વરસાદ ખેડૂતો માટે સોના જેવો સાબિત થઈ રહ્યો છે. વરસાદથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતાં પાકને ફાયદો થવાની આશા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




