મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં આકાશી આફત: બચાવ અને રાહત કાર્ય માટે NDRF, SDRF અને આર્મીની ટુકડીઓ તૈનાત; દિલ્હીથી વધારાની ટીમ બોલાવાઈ

વલસાડ જિલ્લામાં સતત વરસી રહ

તસવીર: gstv

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર અને જળભરાવની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર પૂરા જોશથી કામે લાગ્યું છે. નાગરિકોની સુરક્ષા અને રાહત-બચાવ (રેસ્ક્યૂ) કામગીરીને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય અને રાજ્ય સ્તરની સુરક્ષા એજન્સીઓને મેદાનમાં ઉતારવામાં આવી છે.

રેસ્ક્યૂ માટે NDRF, SDRF અને આર્મીનો મોરચો

મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ઇમરજન્સી સેવાઓ પહોંચાડવા માટે વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં બચાવ કામગીરી માટે હાલ 3 NDRF અને 5 SDRFની ટીમો સતત કાર્યરત છે. રાહત કાર્યને વધુ મજબૂત બનાવવા માટે આર્મીના 70 જવાનોની ટીમ, 5 ખાસ રેસ્ક્યૂ બોટ અને ફાયર બ્રિગેડના 25 જવાનોની ટીમને પણ વલસાડ ખાતે રવાના કરવામાં આવી છે. 

નવી દિલ્હીથી વધુ 2 NDRFની ટીમ બોલાવાઈ

વરસાદી સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાહત કાર્યોમાં કોઈ કચાસ ન રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારાની મદદ મોકલવામાં આવી રહી છે. નવી દિલ્હીથી NDRFની વધુ 2 વિશિષ્ટ ટીમો આજે સાંજે વલસાડ પહોંચી જશે. આર્મી, NDRF, SDRF અને સ્થાનિક ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો