VIDEO: વલસાડમાં મેઘ તાંડવથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ જિલ્લાના ભારે વરસાદને કારણે હાલ બેહાલ છે. ઉમરગામમાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાય

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ જિલ્લાના ભારે વરસાદને કારણે હાલ બેહાલ છે. ઉમરગામમાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.. જ્યારે વલસાડ શહેરમાં 9 ઈંચથી વધુ વરસાદથી હાલાકી દ્રશ્યો જોવા મળ્યાં. ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં. રહેણાંક વિસ્તારોમાં ઘણી જગ્યાએ લોકોને ગોઠણ ડૂબ પાણીમાંથી પસાર થવું પડ્યું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. પાણી ઓસરવામાં વાર લાગતા લોકો વધુ હાલાકીમાં મૂકાયા હતા.




