મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વલસાડમાં ઔરંગા નદીના પૂરથી ત્રાહિમામ

ગુજરાતના વલસાડમાં સતત ભારે વરસાદને કારણે ઔરંગા નદી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે નદીના પૂરના પાણી શહે

તસવીર: gstv

ગુજરાતના વલસાડમાં સતત ભારે વરસાદને કારણે ઔરંગા નદી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે નદીના પૂરના પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. વલસાડમાં સર્જાયેલા આ ગંભીર જળબંબાકારને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને દાના બજાર વિસ્તારમાં ભારે પાણી ભરાવાથી અનેક કાર અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે. સ્થાનિક પ્રશાસન અને રાહત ટીમો દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો