VIDEO: રાજકોટ મનપાના લગ્ન નોંધણી વિભાગમાં ચોંકાવનારો ખુલાસો, આંકડો ખૂબ જ ચોંકાવનારો
રાજકોટ મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જાન્યુઆરી 2025થી એપ્રિલ 2026 દરમિયાન આવેલી 10,433 અરજીઓમાંથી 122 ઓનલાઈન અરજીઓમાં વર કે કન્યાની ઉંમર ઓછી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, વરની ઉંમર 21 અને વધુની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાને કારણે આ તમામ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. લોકો અગાઉ લગ્ન કરી લીધા બાદ સર્ટિફિકેટની જરૂર પડતા અરજી કરતા હોય છે, પરંતુ નિયમ મુજબ તે રદ કરાઈ છે.

