VIDEO: દાલ લેકમાં શિકારા સવારીની મજા
શ્રીનગરના વિશ્વ પ્રસિદ્ધ દાલ લેકમાં પ્રવાસીઓ પરંપરાગત શિકારા સવારીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ સુંદર તળાવમાં રંગબેરંગી શિકારા

શ્રીનગરના વિશ્વ પ્રસિદ્ધ દાલ લેકમાં પ્રવાસીઓ પરંપરાગત શિકારા સવારીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ સુંદર તળાવમાં રંગબેરંગી શિકારા (લાકડાની હોડી) માં બેસીને પ્રકૃતિની નયનરમ્ય સુંદરતા નિહાળવી એ પ્રવાસીઓ માટે એક અદ્ભુત અનુભવ સાબિત થઈ રહ્યો છે. કાશ્મીર ખીણના આહલાદક વાતાવરણ અને બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે શિકારા સવારી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. આ પ્રવૃત્તિને કારણે સ્થાનિક નાવડી ચાલકોની રોજીરોટીમાં પણ મોટો વધારો થયો છે.




