VIDEO:દાલ સરોવરમાં પ્રવાસીઓ માણી રહ્યા છે શિકારાની સફર
દેશના અન્ય ભાગોમાં કાળઝાળ ગરમી અને વધતા તાપમાન વચ્ચે, કાશ્મીરની મનોહર આબોહવા પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન બની

દેશના અન્ય ભાગોમાં કાળઝાળ ગરમી અને વધતા તાપમાન વચ્ચે, કાશ્મીરની મનોહર આબોહવા પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન બની છે. શ્રીનગરના પ્રસિદ્ધ દાલ સરોવર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય અને ઠંડા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. સરોવરના શાંત પાણીમાં શિકારાની સફરનો લ્હાવો લેતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ જોવા મળે છે.
કાશ્મીરની ખીણમાં ખીલેલા પ્રાકૃતિક સૌંદર્ય અને ખુશનુમા હવામાનને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળ્યું છે. ગરમીથી બચવા માટે દેશભરમાંથી લોકો અહીં પહોંચી રહ્યા છે, જેથી હોટલ અને પર્યટન ક્ષેત્રે પણ ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. દાલ સરોવરના આકર્ષક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કાશ્મીરની આ શાંતિ અને ઠંડક પ્રવાસીઓ માટે ઉનાળામાં એકઆદર્શ વેકેશન ડેસ્ટિનેશન બની ગયું છે.




