મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના તેમના વતન પરત ફરશે..દેશમાં થયેલા ભારે વિરોધ પ્રદર્શન અને સત્તાપલટો બાદ ભારત આ

તસવીર: gstv

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના તેમના વતન પરત ફરશે..દેશમાં થયેલા ભારે વિરોધ પ્રદર્શન અને સત્તાપલટો બાદ ભારત આવી ગયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના આગામી ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી શકે છે. પોતાની સામે ચાલી રહેલા કેસોમાં મૃત્યુદંડની પ્રબળ આશંકાઓ હોવા છતાં, તેઓ કાયદાનો સામનો કરવા તૈયાર છે...અને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરશે. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ અને નેશનલ ટ્રિબ્યુનલ દ્વારા શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકાર તેમને ભારતથી પરત લાવવા માટે પણ સતત કાનૂની દબાણ બનાવી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના શાસન વચ્ચે શેખ હસીનાના પરત ફરવાના સમાચારથી બાંગ્લાદેશના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો