મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Surendranagarમાં ઈંધણની ભારે તંગી; પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે 10થી વધુ પંપોને વાગ્યા તાળા

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ડીઝલ અને પેટ્રોલની ભારે તંગી સર્જાઈ છે

તસવીર: GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ડીઝલ અને પેટ્રોલની ભારે તંગી સર્જાઈ છે. કંપનીઓ દ્વારા ઉપરથી પૂરતો સ્ટોક ફાળવવામાં ન આવતા જિલ્લાના 10થી વધુ પેટ્રોલ પંપોને નાછૂટકે તાળા મારી દેવા પડ્યા છે. આ અચાનક સર્જાયેલી અછતના કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વાહનોના પૈડાં થંભી ગયા છે, જેનાથી માલસામાનની હેરફેર ખોરવાઈ છે. એટલું જ નહીં, સ્થાનિક કારખાના અને ઉદ્યોગોમાં ચાલતી ડીઝલ ભઠ્ઠીઓ પણ બંધ થઈ ગઈ છે, જેના લીધે ઉત્પાદન પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે. આમ, ઈંધણની આ કટોકટીએ સમગ્ર જિલ્લાના જનજીવન અને વેપાર-રોજગારને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યો છે.

આ સમાચાર શેર કરો