VIDEO: જોરહાટમાં પૂરની ગંભીર સ્થિતિ
આસામના જોરહાટ જિલ્લાના અલેંગમોરા વિસ્તારમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જેના કારણે ચાર જેટલા ગામો હજુ પણ સંપૂર્ણપણ

આસામના જોરહાટ જિલ્લાના અલેંગમોરા વિસ્તારમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જેના કારણે ચાર જેટલા ગામો હજુ પણ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી હાલતમાં છે. આ કુદરતી આપત્તિને કારણે બેઘર બનેલા અને વિસ્થાપિત થયેલા પરિવારો માટે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે રાહત શિબિરો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં તેમને આશરો અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડૉ. રાજેશ શર્મા મેડિકલ ઓફિસર અને અનુરાગ શર્મા મેડિકલ ઓફિશિયલ એ જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત વિસ્તારો અને રાહત શિબિરોમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે ખાસ તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે.



