VIDEO: જોરહાટમાં ભંગારની દુકાનમાં પ્રચંડ વિસ્ફોટ: 2નાં કરુણ મોત, 12 વર્ષની બાળકી સહિત 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
VIDEO: આસામના જોરહાટના રાજામૈદામ
VIDEO: આસામના જોરહાટના રાજામૈદામ ન્યૂ કોલોની વિસ્તારમાં એક ભંગારની દુકાનમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં બે વ્યક્તિઓનાં મોત થયા છે અને બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે
આસામના જોરહાટમાં ભંગારની દુકાનમાં થયેલા વિસ્ફોટમાં બે વ્યક્તિનાં મોત થયા છે. પોલીસ સૂત્રો અનુસાર, મૃતકોની ઓળખ નૂર મોહમ્મદ અને મોહમ્મદ ઈકબાલ તરીકે કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોમાં 12 વર્ષીય શેહનાઝ બેગમ અને નૂરજહાં બેગમ પણ સામેલ છે. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે નૂર મોહમ્મદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આઠ વર્ષના મોહમ્મદ ઈકબાલને તાત્કાલિક જોરહાટ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું. સેહનાજ બેગમની હાલત ગંભીર છે, જ્યારે નૂરજહાં બેગમને સામાન્ય ઈજાઓ થઈ છે.પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.






