મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શ્રાવણ માસમાં સેવાયજ્ઞ, રોજ 1500 શ્રમિકોને નિઃશુલ્ક ભોજન

પવિત્ર શ્રાવણ માસમાં અમદાવાદના સાઉથ બોપલની આરોહી રેસિડેન્સીના રહીશોએ માનવતાની અનોખી મિશાલ પૂરી

તસવીર: gstv

પવિત્ર શ્રાવણ માસમાં અમદાવાદના સાઉથ બોપલની આરોહી રેસિડેન્સીના રહીશોએ માનવતાની અનોખી મિશાલ પૂરી પાડી છે, જ્યાં પરપ્રાંતિય શ્રમિકો માટે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન નિઃશુલ્ક અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સોસાયટીના રહીશો પોતાના ખર્ચે દરરોજ ગરમ ભોજન તૈયાર કરી આશરે 1000થી 1500 શ્રમિકોને જમાડી રહ્યા છે અને છેલ્લા છ વર્ષથી આ સેવાયજ્ઞ સતત ચાલી રહ્યો છે. સોસાયટીના રહીશ નેહલ બહેને જણાવ્યું કે શ્રાવણ માસ દાન અને સેવાનો મહિનો છે અને આખો દિવસ મહેનત કરતા શ્રમિકોને એક ટાણું સારું ભોજન કરાવવાનો સંકલ્પ સોસાયટીના તમામ રહીશોએ કર્યો છે. ભક્તિ સાથે સેવાના આ અનોખા સંગમમાં શ્રમિકોના ચહેરા પરનો સંતોષ જ તેમની સાચી શિવભક્તિ બની રહ્યો છે.

આ સમાચાર શેર કરો