મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલનો 26 વર્ષથી સેવાયજ્ઞ

પ્રશાંતિ મેડિકલ સર્વિસિસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નિઃશુલ્ક હૃદય

તસવીર: gstv

પ્રશાંતિ મેડિકલ સર્વિસિસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નિઃશુલ્ક હૃદય સારવારની ક્ષમતા વધારવા માટે  ૧૦૬ કરોડનો મહાવિસ્તરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.  અમદાવાદના કાસીન્દ્રા કેમ્પસમાં ૬ નવા Class-100 ઓપરેશન થિયેટર, હાઈબ્રિડ કેથ લેબ, સર્જિકલ આઈસીયુ, અને ક્રિટિકલ કેર બેડ્સની સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે બિરદાવેલા  દિલ વિધાઉટ બિલ  સેવાયજ્ઞ હેઠળ આ હોસ્પિટલ છેલ્લા ૨૬ વર્ષથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક હૃદય સારવાર આપી રહી છે. તાજેતરમાં ૨૦ બાળકોને નિઃશુલ્ક ઓપન હાર્ટ સર્જરી બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, અને સ્વસ્થ થયેલા આ બાળકોએ હોસ્પિટલમાં ગરબા રમીને પોતાના નવજીવનની ઉજવણી કરી હતી. હોસ્પિટલનો મુખ્ય સંકલ્પ એ છે કે પૈસાના અભાવે કોઈ પણ દર્દી હૃદયની સારવારથી વંચિત ન રહે

આ સમાચાર શેર કરો