VIDEO: અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ ૧૦ સમિતિઓના ચેરમેનોની વરણી
અંકલેશ્વર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ ૧૦ સમિતિઓના ચેરમેનોની સત્તાવા

અંકલેશ્વર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ ૧૦ સમિતિઓના ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. સામાન્ય સભા પૂર્વે જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભાજપના સભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષના મેન્ડેટ મુજબ નામો નક્કી કરાયા હતા. ત્યારબાદ પાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયાની અધ્યક્ષતામાં મળેલી સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી.મુખ્ય સમિતિઓમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાહુલ વામજા, હેલ્થ કમિટીમાં નરેન્દ્ર પટેલ, વોટર વર્ક્સમાં વિશાલ ચૌહાણ અને ડ્રેનેજ સમિતિમાં સંદીપ પટેલની નિમણૂક કરાઈ છે. આ સિવાય લાઈટ સમિતિમાં મનિષાબેન પટેલ, માધ્યમિક શાળામાં શિલ્પા સુરતી, વાહન સમિતિમાં અંકિત રાઠોડ, ડિસ્પેન્સરીમાં દીક્ષિતા રાણા, રીક્રિએશનમાં હેતલબેન ગાંધી અને APMC સમિતિમાં અમીશાબેન પટેલની વરણી થઈ છે. સભા દરમિયાન વિપક્ષે વિવિધ મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.




