VIDEO: હરિદ્વારમાં ભારે વરસાદ વચ્ચે વહેતા નાળામાં તણાયેલા યુવકને એસડીઆરએફ એ જીવના જોખમે બચાવ્યો
હરિદ્વારમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે એક યુવક વરસાદી પાણીના જોરદાર વહેણમાં તણાયો હ

હરિદ્વારમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે એક યુવક વરસાદી પાણીના જોરદાર વહેણમાં તણાયો હતો અને ગટરના ઊંડા નાળામાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે SDRF ની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પાણીનો પ્રવાહ એટલો ભયાનક હતો કે યુવકનો જીવ બચાવવો અશક્ય લાગતો હતો. પરંતુ SDRF ના બહાદુર જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. દોરડાની મદદથી ભારે જહેમત બાદ યુવકને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ SDRF ની આ કામગીરીને બિરદાવી છે. સોશિયલ મીડિયા પર આ દિલધડક રેસ્ક્યૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




