VIDEO: હરિદ્વારમાં આભ ફાટ્યું: ભારે વરસાદથી ધાર્મિક નગરીમાં જળબંબાકાર
ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં ગત રાતથી શરૂ થયેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે સમગ

ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં ગત રાતથી શરૂ થયેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અતિભારે વરસાદના પગલે હર કી પૌરી સહિતના મુખ્ય ઘાટો, બજારો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યા હોવાથી અનેક વાહનો કાગળની હોડીની જેમ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રહીશોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી મોટા પાયે નુકસાન થયું છે. આ આકસ્મિક આફતને કારણે દેશભરમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો અટવાઈ પડ્યા છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. વહીવટીતંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનો સાફ કરી પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.




