Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Water-bombing in Haridwar due to rain

VIDEO: હરિદ્વારમાં વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હવામાન વિભાગે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે હરિદ્વારમાં પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે.

App Store