Video: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા મુદ્દે થયેલા વિવાદમાં એક સગીરની હત્યાનો મામલો સામે આવ્યો

દિલ્હીના આનંદ પર્વત વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા મુદ્દે થયેલા વિવાદમાં એક સગીરની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે પિતા અને તેમના સગીર પુત્રની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, નેહરુ નગર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે વિવાદ થયો હતો, જે બાદ મામલો ગંભીર બન્યો હતો. ઘટનામાં એક સગીરનું મોત થયું હતું. પોલીસે તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી લીધા છે.
જાહેરાત





