VIDEO : હરિદ્વારમાં દક્ષિણ કાળી મંદિરે જેકબ ઝુમાએ કર્યા દર્શન
સોર્સ : gstv
દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ હરિદ્વાર સ્થિત દક્ષિણ કાળી મંદિરે પહોંચીને માતાજીના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને દેશ-વિશ્વમાં શાંતિ તથા માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે નિરંજનિ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિએ તેમનું સ્વાગત કર્યું અને ધાર્મિક પરંપરાઓ અંગે માહિતી આપી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જેકબ ઝુમાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના આગમનને પગલે મંદિર પરિસરમાં સુરક્ષાના ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. સ્થાનિક ભક્તો અને શ્રદ્ધાળુઓમાં પણ પૂર્વ રાષ્ટ્રપતિના આગમનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શન અને પૂજા બાદ તેમણે સંતો સાથે આધ્યાત્મિક ચર્ચા પણ કરી હતી.

