Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Severe traffic jam on National Highway due to incessant rush of pilgrims in Haridwar

VIDEO: હરિદ્વારમાં યાત્રાળુઓના અવિરત ધસારાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંભીર ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ હરિદ્વારમાં વીકએન્ડ અને યાત્રાળુઓના અવિરત ધસારાને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. દેશના વિવિધ ભાગોમાંથી હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન અને દર્શન માટે ઉમટી પડતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાઈવે પર કલાકો સુધી વાહનોના પૈડાં થંભી જતાં મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકની આ વિકટ પરિસ્થિતિને થાળે પાડવા માટે હરિદ્વાર પોલીસ અને ટ્રાફિક જવાનો વિવિધ જંક્શનો પર સતત પ્રયાસ કરી રહ્યા છે, તેમજ વાહનોને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવી રહ્યા છે.

App Store

 

 

 

ટોપિક્સ:haridwartraffic jampilgrim