મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચના જંબુસરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, બપોરના સમયે રસ્તાઓ પર અવરજવરમાં થયો ઘટાડો

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે.

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તાપમાનમાં વધારો થતાં લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને રસ્તાઓ પર અવરજવર ઘટી ગઈ છે. ગરમીની અસર આરોગ્ય પર પણ જોવા મળી રહી છે, જેમાં ઝાડા-ઉલટી જેવા રોગોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તબીબો દ્વારા લોકોને વધુ પાણી પીવા અને બપોરના તાપમાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, ઠંડા પીણા અને આઈસ્ક્રીમ તરફ વળી રહ્યા છે. જેના કારણે શહેરમાં ઠંડા પીણાંના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ સમાચાર શેર કરો