VIDEO : ચાલુ વાનમાંથી રોડ પર પટકાઈ વિદ્યાર્થિનીઓ, વડોદરામાં સ્કૂલવાન ચાલકની મોટી બેદરકારી
Vadodara News : વડોદરામાં સ્કૂલવાનમાંથી વિદ્યાર્થિનીઓ પટકાયાનો વિડિયો વાયરલ થયો છે. સોસાયટીમાંથી જતી ચાલુ વ

Vadodara News : વડોદરામાં સ્કૂલવાનમાંથી વિદ્યાર્થિનીઓ પટકાયાનો વિડિયો વાયરલ થયો છે. સોસાયટીમાંથી જતી ચાલુ વાનમાંથી વિદ્યાર્થિનીઓ નીચે પટકાઇ હતી. જો કે વિદ્યાર્થીઓની નીચે પટકાઇ હોવાની વાનચાલકને ખબર જ પડી ન હતી. વાયરલ વીડિયો 19 જૂનનો હોવાનું સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે.
આ ઘટનાથી સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષામાં જતાં બાળકોની સુરક્ષા મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સ્કૂલવાન સોસાયટીમાંથી બહાર નીકળતી હોવાના કારણે અકસ્માત અટક્યો હતો.જો કે આ ઘટના કોઇ રસ્તા રસ્તા પર બની હોય તો મોટી દૂર્ઘટના પણ સર્જાઇ શકી હોત. આ વાયરલ વીડિયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી.




