મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં સ્કૂલની વેન પાણીમાં ફસાઈ, ભાંગેલા હાથ સાથે વિદ્યાર્થી ધક્કા મારવા બન્યો મજબૂર

રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ ખુલતા વેકેશનમાં શાળા પ્રવેશોત્સવ સહિતના મસ મોટા કાર્યક

રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ ખુલતા વેકેશનમાં શાળા પ્રવેશોત્સવ સહિતના મસ મોટા કાર્યક્રમો યોજ્યા હતાં. જો કે, શાળાએ જતાં વિદ્યાર્થીઓને રસ્તામાં પડતી મુશ્કેલીઓનો કોઈ અંત આવતો નથી. અલથાણ વિસ્તારમાં આવેલી ખાડી પાસે સ્કૂલની વાન વરસાદી પાણીમાં બંધ પડી ગઈ હતી. જેથી સ્કૂલની વેનમાં બેસેલા વિદ્યાર્થીઓને નીચે ઉતરીને ધક્કા મારવાની ફરજ પડી હતી. જો કે, એક વિદ્યાર્થીનો હાથ ભાંગી ગયો હોય અને ડાબા હાથમાં પ્લાસ્ટર આવ્યું હોવા છતાં તે નીચે ઉતરીને પાણીમાંથી વાનને બહાર લાવવા માટે ધક્કો મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓની મજબૂરીને દર્શાવતો વીડિયો પર સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે, આમાં કેવી રીતે ભણશે ગુજરાત?

આ સમાચાર શેર કરો