કોરોનામાં મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓને આપવામા આવેલ સહાયમાં પણ કૌભાંડ ?
કોરોના વાયરસ ગયાને વર્ષો વીતી ગયા છતાં તેની દુખદ યાદગીરી હજી છૂટી નથી. કારણ કે, કોર
કોરોના વાયરસ ગયાને વર્ષો વીતી ગયા છતાં તેની દુખદ યાદગીરી હજી છૂટી નથી. કારણ કે, કોરોનાકાળમાં જયારે સૌ લોકો પોત-પોતના ઘરમાં હતા ત્યારે વીજકર્મીઓ પોતાની ડયૂટી પર તૈનાત હતા. આ દરમ્યાન તેઓના અવસાન બાદ સરકારે સહાયની જાહેરાત કરી હતી. આવી
PGVCLના કોરોનામાં મૃત્યુ પામેલા 48 કર્મચારીઓના પરિવારને રૂપિયા 25 લાખની સહાયને લઈ PGVCLના બે અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. PGVCL કોર્પોરેટ કચેરીના HR વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી રૂપેશ મોદી અને ધ્રોલ ડિવિઝન ના ડેપ્યુટી ઈજનેર કે.એન.મિયાત્રા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે.
અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે કે સહાય પેટે રૂપિયા 25 લાખ જમા થાય તો રૂપિયા 10 લાખ આપવાના હતા. આ બન્ને અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે PGVCLના એચ.આર.મેનેજર અવિનાશ કટારાએ નિવેદન આપ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને 25 લાખ આપવા માટેની સરકારે જાહેરાત કરી હતી.વર્ષ-2020-21માં કોરોનામાં ઓન ડ્યુટી રહેલા સરકારી કર્મચારીઓ મૃત્યુ પામેલ જેમાં સહાય પેટે રૂપિયા 25 લાખ ચૂકવેલ કેસ પતાવી આપવા માટે અધિકારીઓએ પરિવાર પાસે રૂપિયા માગ્યા હતા. રૂપિયા માગ્યા છે આપ્યા પણ નથી અને લીધા પણ નથી. જો કે, ઓડિયો અમારે ધ્યાને આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના પગલાં લીધા હતા.





