મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં SBI બેન્કના લોકરરૂમમાં પાણી ભરાયા, ફાઇલો તરતી જોવા મળી

રાજકોટમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા.&nb

રાજકોટમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા.  રાજકોટની જિમખાના SBI બ્રાન્ચનાં ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. SBI બેન્કનું લોકર પાણીમાં ત્રણ દિવસથી ગરકાવ થયું છે. લોકરમાં પાણી ભરાયાં હોવાના દ્રશ્યો સામે  આવ્યા છે.

લોકર રૂમમાં ચોપડા અને ફાઈલો તરતી જોવા મળી

ગ્રાહકોએ કિમતી વસ્તુઓ લોકરમાં મૂકી હોવાથી  લાખો કરોડોની કિંમતી વસ્તુને નુકસાન પહોંચવાનો ડર સતાવી રહ્યો છે. SBIની બ્રાન્ચ જાણે સ્વિમિંગપૂલમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, ફાઈલો, ચોપડા સહિતની વસ્તુઓ તરતી જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો