મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાપુતારા / આખરે દીપડો પાંજરે પુરાયો, અવરજવરના દૃશ્યો CCTVમાં થયા હતા કેદ

ગિરિમથક સાપુતારામાં ભય ફેલાવનારો વધુ એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. સાપુતારામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંટાફે

ગિરિમથક સાપુતારામાં ભય ફેલાવનારો વધુ એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. સાપુતારામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંટાફેરાને કારણે ભારે ફફડાટ વ્યાપેલો હતો. આશરે એક સપ્તાહ પહેલાં દીપડાની અવરજવરના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા, જેમાં આશ્ચર્યજનક રીતે એક જ રાતમાં અલગ-અલગ સમયે બે દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને વેકેશનની સીઝન હોવાથી સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું હતું, જેને કારણે પ્રવાસીઓની સુરક્ષાને લઈને હોટલ સંચાલકો અને વન વિભાગની ચિંતામાં મોટો વધારો થયો હતો. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ તુરંત એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. તેની હિલચાલ પર નજર રાખવા માટે ચોવીસ કલાક સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આખરે વન વિભાગને મોટી સફળતા મળી છે.

આ સમાચાર શેર કરો