VIDEO: ઓએનજીસી દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી
તમિલનાડુના રામનાથપુરમમાં આજે ઓએનજીસી કાવેરી એસેટ દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક

તમિલનાડુના રામનાથપુરમમાં આજે ઓએનજીસી કાવેરી એસેટ દ્વારા પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક વિશેષ સ્વચ્છતા જાગૃતિ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે. હાથમાં પ્લેકાર્ડ્સ અને સ્વચ્છતાના સુત્રો સાથે નીકળેલી આ રેલીએ મુખ્ય માર્ગો પર ભ્રમણ કરીને કચરાના યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશનો પ્રસાર કર્યો હતો. ઓએનજીસીના પ્રવક્તાએ જણાવ્યું કે, સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય તે હેતુથી આ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે.




