VIDEO: ઓડિશાના પુરી બીચ પર સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રેતીમાં વિજયનો ચહેરો કંડારીને અભિનંદન પાઠવ્યા
ઓડિશાના પુરી બીચ પર પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે તમિલનાડુના મુખ્યમ
ઓડિશાના પુરી બીચ પર પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે તમિલનાડુના મુખ્યમંત્રી અને TVK ચીફ વિજય માટે એક શાનદાર સેન્ડ આર્ટ તૈયાર કર્યું છે. વિજયના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે પટનાયકે તેમની આ કલાદ્રારા વિજયને અભિનંદન પાઠવ્યા છે. આ રેતી શિલ્પમાં વિજયનો ચહેરો અને તેમની પાર્ટીનો લોગો કંડારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તમિલનાડુના રાજકારણમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની આ ઐતિહાસિક જીતને વધાવવા માટે પટનાયકે પોતાની આગવી શૈલીમાં શુભેચ્છા પાઠવી છે, જે પ્રશંસકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
