મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / રિલીઝ થયું 'સિકંદર'નું ટીઝર, એક લાઈન બોલીને જ છવાઈ ગયો સલમાન ખાન

સલમાન ખાનના ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. 28 ડિસેમ્બરે, સલમાનના જન્મદિવસના એક દિવસ પછી, તેણે

સલમાન ખાનના ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. 28 ડિસેમ્બરે, સલમાનના જન્મદિવસના એક દિવસ પછી, તેણે તેની આગામી ફિલ્મ 'સિકંદર'નું ટીઝર રિલીઝ કર્યું. આ પહેલા ભાઈજાને ફિલ્મમાંથી તેનો પહેલો લુક શેર કર્યો હતો, જેમાં તે સૂટ અને બૂટ પહેરેલો અને હાથમાં ભાલો પકડીને જોવા મળ્યો હતો. હવે આ વીડિયોમાં તેનો જબરદસ્ત લુક જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: '...તો હું આત્મહત્યા કરી લઈશ', રામ ચરણના ફેને આ વાત કહી ફિલ્મ 'ગેમ ચેન્જર'ના મેકર્સને આપી ધમકી

આ ટીઝર 1 મિનિટ 42 સેકન્ડનું છે. જેમાં સૌથી પહેલા સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી થાય છે. બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે. તે પછી સલમાન ખાન માત્ર એક લાઈન બોલીને જ છવાઈ ગયો છે. તે કહે છે, “સાંભળ્યું છે કે ઘણા લોકો મારી પાછળ પડ્યા છે. બસ મારા પાછળ ફરવાની જ રાહ છે." તે પછી તેનો સ્વેગ દેખાય છે. જે બાદ તે હાથમાં રાઈફલ લઈને દુશ્મનોને ખતમ કરતો જોવા મળે છે.

સલમાનની દમદાર એન્ટ્રી

આ ટીઝરમાં સલમાનની દમદાર એન્ટ્રી, એક લાઈનનો ડાયલોગ અને દુશ્મનો સાથેની થોડી સેકન્ડની લડાઈ સિવાય બીજું કંઈ નથી. રશ્મિકા મંદન્ના અને સત્યરાજ પણ આ ફિલ્મનો ભાગ છે. જોકે ટીઝરમાં કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી. તેમાં માત્ર સલમાન ખાન જ દેખાયો છે.

મેકર્સે આ ટીઝરને 27મી ડિસેમ્બરે, સલમાનના જન્મદિવસે, સવારે 11:07 વાગ્યે રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે અવસાન થયું હતું. તેમના માનમાં, મેકર્સે ટીઝર રિલીઝ મોકૂફ રાખ્યું હતું અને જાહેરાત કરી હતી કે હવે આ ટીઝર 28 ડિસેમ્બરે રાત્રે 11:07 વાગ્યે રિલીઝ થશે. જોકે, મનમોહન સિંહની અંતિમ યાત્રાના માનમાં, ટીઝર રિલીઝનો સમય ફરીથી 4:05 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો