મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'...તો હું આત્મહત્યા કરી લઈશ', રામ ચરણના ફેને આ વાત કહી ફિલ્મ 'ગેમ ચેન્જર'ના મેકર્સને આપી ધમકી

રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર 'ગેમ ચેન્જર' લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રામ ચરણ ડબલ રોલમાં જોવા મ

'...તો હું આત્મહત્યા કરી લઈશ', રામ ચરણના ફેને આ વાત કહી ફિલ્મ 'ગેમ ચેન્જર'ના મેકર્સને આપી ધમકી

રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર 'ગેમ ચેન્જર' લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રામ ચરણ ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા કાર્તિક સુબ્બારાજે લખી છે. અને શંકર તેના દિગ્દર્શક છે. આ ફિલ્મ થિયેટરમાં આવે તે પહેલા તેના મેકર્સને રામ ચરણના એક ફેને આત્મહત્યા કરવાની ધમકી આપી છે. તેનું કહેવું છે કે ફિલ્મની રિલીઝમાં હવે 13 દિવસ જ બાકી છે, છતાં પણ ફિલ્મનું ટ્રેલર નથી રિલીઝ કરવામાં આવ્યું. 

આ પણ વાંચો: 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર હંસલ મહેતાએ શું કહ્યું? જેનાથી અનુપમ ખેરને આવ્યો ગુસ્સો

ફિલ્મનું ટ્રેલર હજુ નથી આવ્યું

રામ ચરણના ફેન્સમાં ફિલ્મને લઈને ભારે નારાજગી છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 13 દિવસ બાકી છે પરંતુ હજુ સુધી તેનું ટ્રેલર રિલીઝ થયું નથી. ફેન્સ આ ફિલ્મ જોવા માટે એટલા ઉત્સુક હતા કે એક ફેને આ માટે મેકર્સને ધમકી પણ આપી છે.

ઈશ્વર નામના આ વ્યક્તિએ તેલુગુમાં પત્ર લખ્યો છે. તેની નિરાશા વ્યક્ત કરી અને લખ્યું કે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 13 દિવસ બાકી છે અને હજુ સુધી મેકર્સે ટ્રેલર અથવા અપડેટ શેર નથી કર્યા. તેનું ટીઝર નવેમ્બરમાં રિલીઝ થયું હતું પરંતુ હજુ સુધી ટ્રેલર નથી રિલીઝ થયું.

ફેને મેકર્સને ધમકી આપી હતી

ઈશ્વરે પોતાના પત્રમાં લખ્યું, “તમે ફેન્સની ભાવનાઓને સમજી નથી રહ્યા. જો તમે આ મહિનાના અંત સુધીમાં ટ્રેલર અથવા કોઈપણ અપડેટ્સ રિલીઝ નહીં કરો અથવા નવા વર્ષના પ્રસંગે ટ્રેલર શેર કરવામાં નિષ્ફળ થશો, તો મને તમને જણાવતા દુઃખ થાય છે કે મને કેટલાક કડક પગલાં લેવાની ફરજ પડશે. હું મારું જીવન સમાપ્ત કરી શકું છું." આ પત્રની ટોચ પર તેણે RIP લેટર શીર્ષક લખ્યું છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ તે ઝડપથી વાયરલ થવા લાગી. 'પુષ્પા 2'ના નિર્દેશક સુકુમારે ગેમ ચેન્જર જોયા પછી પ્રથમ રીવ્યુ આપ્યું છે. ડલ્લાસમાં આ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં બોલતા ડિરેક્ટરે કહ્યું કે રામ ચરણનો અભિનય એટલો ઉત્કૃષ્ટ છે કે તેને આશા છે કે તેના માટે તેને નેશનલ ફિલ્મ એવોર્ડ મળે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

કિયારા અડવાણી ઉપરાંત અંજલિ અને એસજે સૂર્યા જેવા અન્ય ઘણા કલાકારો પણ 'ગેમ ચેન્જર'માં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. તે તેલુગુ, તમિલ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થશે. તેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો