મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર હંસલ મહેતાએ શું કહ્યું? જેનાથી અનુપમ ખેરને આવ્યો ગુસ્સો

ફિલ્મ દિગ્દર્શક હંસલ મહેતાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ પર આધારિત ફિલ્

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર હંસલ મહેતાએ શું કહ્યું? જેનાથી અનુપમ ખેરને આવ્યો ગુસ્સો

ફિલ્મ દિગ્દર્શક હંસલ મહેતાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' સંબંધિત એક ટ્વિટ રિ-ટ્વીટ કર્યું, જેના પર અનુપમ ખેરે વાંધો વ્યક્ત કરીને જવાબ આપ્યો છે. ચાલો જાણીએ શું છે મામલો.

આ પણ વાંચો: 'મેં શરૂઆતમાં તેમનો રોલ કરવાની ના...', મનમોહન સિંહના નિધન બાદ અનુપમ ખેરનો મોટો ખુલાસો

પત્રકાર વીર સાંઘવીએ એક પોસ્ટમાં માટે લખ્યું હતું કે, "જો તમારે મનમોહન સિંહ વિશે બોલવામાં આવેલા જૂઠાણાને યાદ કરવા હોય, તો તમારે 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફરીથી જોવી જોઈએ. આ ખરાબ હિન્દી ફિલ્મોમાંથી એક છે." હંસલ મહેતાએ આ પોસ્ટ રી-શેર કરી અને પોતાની પ્રતિક્રિયા આપી અને લખ્યું, “+100”

અનુપમ ખેરે જવાબમાં શું કહ્યું?

જે બાદ અનુપમ ખેરે હંસલા મહેતાને જવાબ આપ્યો હતો. અનુપમ ખેરે લખ્યું, "વીર સાંઘવીને ફિલ્મ પસંદ ન કરવાની સ્વતંત્રતા છે, પરંતુ હંસલ મહેતા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ના ક્રિએટિવ ડિરેક્ટર હતા, જે ઈંગ્લેન્ડમાં ફિલ્મના સમગ્ર શૂટિંગ દરમિયાન હાજર હતા. તે ક્રિએટિવ ઈનપુટ આપી રહ્યા હતા અને તેમણે તેના માટે ફી પણ વસૂલી હશે. આવી સ્થિતિમાં, વીર સાંઘવીની કમેન્ટ પર '100 ટકા' કહેવું ખોટું છે અને તે ડબલ સ્ટાન્ડર્ડ છે."

અનુપમ ખેરે આગળ લખ્યું, "એવું નથી કે હું શ્રી સાંઘવી સાથે સહમત છું, પરંતુ આપણે બધા ખરાબ અથવા સામાન્ય વસ્તુઓ કરવા સક્ષમ છીએ, પરંતુ આપણે તેને સ્વીકારવું જોઈએ. હંસલ મહેતાની જેમ નહીં, જે લોકોના અમુક વર્ગમાંથી બ્રાઉની કમાવાનો પ્રયાસ કરી રહ્યા છે." પોસ્ટના અંતમાં અનુપમ ખેરે લખ્યું, "કમ ઓન હંસલ! ગ્રો અપ. મારી પાસે હજુ પણ શૂટના આપણા તમામ વીડિયો અને ફોટો છે."

મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન

હંસલ મહેતા અને અનુપમ ખેરની આ પોસ્ટ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મૃત્યુ પછીના દિવસની છે. 26મી ડિસેમ્બરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. 92 વર્ષની વયે તેમણે દિલ્હીની એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. વર્ષ 2019માં 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' રિલીઝ થઈ હતી, જેમાં અનુપમ ખેરે તેમનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન વિજય ગુટ્ટેએ કર્યું હતું.

આ સમાચાર શેર કરો