VIDEO: સાગબારા: 11માં દિવસે પણ આદિવાસી ખેડૂતોના ધરણા યથાવત
સાગબારા ખાતે જંગલ જમીન ખેડાણના હક માટે આદિવાસી ખેડૂતોના ધરણા આજે 11મા દિવસે પણ યથાવત રહ્યા. સેરવાય વ

સાગબારા ખાતે જંગલ જમીન ખેડાણના હક માટે આદિવાસી ખેડૂતોના ધરણા આજે 11મા દિવસે પણ યથાવત રહ્યા. સેરવાય વનઅધિકાર સમિતિના પ્રમુખે ખેડૂતોને સમર્થન આપતા જણાવ્યું કે 12 ગામોના લોકોની હકની માંગ યોગ્ય છે. 2002થી જમીન ખેડતા ખેડૂતોને હક મળવો જોઈએ અને વનઅધિકારની જોગવાઈ મુજબ તેમને અટકાવી શકાય નહીં. તેમણે ઉમરપાડાના ખેડૂતોને એકતા જાળવવાની સલાહ આપી. પેન્ડિંગ ઠરાવોનો નિકાલ થાય તો વિવાદ ટાળી શકાય. હક ન મળે ત્યાં સુધી અહિંસક લડત ચાલુ રાખવાની ચીમકી આપી.




