VIDEO: મુંબઈમાં વિલે પાર્લેમાં બહુમાળી ઈમારતના 11માં માળે આગ તાંડવ, અઢી વર્ષના માસુમ સહિત બેના મોત
આર્થિક

આર્થિક રાજધાની મુંબઈમાં વિલે પાર્લે વિસ્તારમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતના 11મા માળે ભીષણ આગ લાગમાં બે લોકોના મોત થયા છે...આ આગમાં અઢી વર્ષના માસૂમ બાળક અને 23 વર્ષીય યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. વિલે પાર્લે સ્થિત ઈમારતના ફ્લેટ નંબર 1101 અને 1102 માં મોડી રાત્રે અચાનક ભયાનક આગ ઊઠી હતી. આશરે 4000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલા આ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, એસી યુનિટ, ફોલ્સ સિલિંગ અને ફર્નિચર આગની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં આખો ફ્લેટ ઝેરી ધુમાડાથી ભરાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ રાત્રે આશરે 1 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામા 6 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.




